સંવેદના થી પણ જીવાતુ હોય છે,
હુ અને તુ મા ઘણુ ખોવાતુ હોય છે.
શબ્દો જ મારા કાફી નથી બધુ કહેવા,
જો! આખો ય ઘણુ કહેવાતુ હોય છે.
માન, સન્માન અને સ્વાભિમાન તો ઠીક,
પણ અહી સ્વાર્થ માટે લડાતુ હોય છે.
બધુ નથી કહી શકાતુ રૃબરૃમા માટે,
વાચજે ગઝલમા ઘણુ કહેવાતુ હોય છે.
મરવા કે જીવવામા ફરક ખરો!કહો,
જે જીવન છે તેની માટે મરાતુ હોય છે.
- મંથન
No comments:
Post a Comment